HomeMorbiમોરબીમાં જૂની અદાવતનો ખાર: પુત્રની સગાઈ મુદ્દે પિતાને પાઈપ-ધોકાથી મારા મારતા ફરીયાદ 

મોરબીમાં જૂની અદાવતનો ખાર: પુત્રની સગાઈ મુદ્દે પિતાને પાઈપ-ધોકાથી મારા મારતા ફરીયાદ 

મોરબીના રાજપર ગામે સામાન્ય લાગતી સગાઈની બાબત હિંસક બની જતાં એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કરાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પક્ષીઓને દાણા નાખવા ગયેલા વૃદ્ધને ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયા (ઉ.વ. ૫૫)એ આરોપી હસમુખભાઈ ભરતભાઈ ધોળકિયા, ભાવજીભાઈ રવજીભાઈ ધોળકિયા રહે બંને સકત શનાળા મોરબી અને એક અજાણ્યો શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી રાજપર ગામથી પંચાસર જતા કાચા રસ્તે આવેલ સ્મશાને પક્ષીને ચણ (દાણા) નાખવા ગયેલ હોય ત્યારે આરોપીઓ ફોરવીલ કારમાં આવી ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદિને તમારા દિકરા ખુશાલની સગાઈ રિધ્ધી સાથે કેમ કરેલ છે રિધ્ધિ ના મારી સાથે લગ્ન થયેલ અને છુટાછેડા થયેલ છે મેં તમને સગાઈ કરવાની ના પાડેલ હતી તેમ કહી હસમુખભાઇએ લોખંડના પાઈપ વડે ફરીયાદિને માર મારી ઇજા કરી તથા બાવજીભાઈએ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરેલ તથા અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે ફરીયાદિના જમણા પગના સાથળના ભાગે મારી મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular