HomeMorbiજૂના બસ સ્ટેન્ડ પાસે જુગારધામ પર પોલીસનો દરોડો: નોટ નંબરીના જુગારમાં ચાર...

જૂના બસ સ્ટેન્ડ પાસે જુગારધામ પર પોલીસનો દરોડો: નોટ નંબરીના જુગારમાં ચાર ઝડપાયા

મોરબી શહેરમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસની નજર પડી છે. જૂના બસ સ્ટેન્ડ નજીક ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસએ રંગેહાથ ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો એકઠા થઈ ચલણી નોટોના નંબર ઉપર હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઇસમો રિઝવાનભાઇ ઓસમાણભાઇ લોલાડીયા (ઉ.વ. ૪૦)રહે. લાતી પ્લોટ, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ (ઉ.વ. ૬૦) રહે. વીસીપરા, ઇકબાલભાઇ અબ્દુલભાઇ સેવંગીયા (ઉ.વ. ૪૯) રહે. કુમાર શાળા પાસે, એઝાઝ સિદ્દીકભાઇ કાસમાણી (ઉ.વ. ૨૯) રહે. પખાલી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૯૨૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular