HomeMorbiસુંદરીભવાનીમાં જૂની અદાવતનો વિસ્ફોટ: મહિલાના ઘરમાં ઘૂસી હથિયારોથી તોડફોડ, ધમકીઓનો માહોલ
સુંદરીભવાનીમાં જૂની અદાવતનો વિસ્ફોટ: મહિલાના ઘરમાં ઘૂસી હથિયારોથી તોડફોડ, ધમકીઓનો માહોલ
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વાડીના રસ્તા મુદ્દે ચાલતી જૂની અદાવત હિંસક બની ગઈ. રાત્રિના સમયે છ શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને ધમકીઓ આપતા ગામમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૬) એ આરોપી જીલ્લાભાઇ બાવલભાઇ સોલંકી, પ્રતાપભાઇ જીલ્લાભાઇ સોલંકી, એક અજાણ્યો ઇસમ, ઘનશ્યામભાઇ બાવલભાઇ સોલંકી તથા બે અજાણ્યા ઇસમો રહે બધા સુંદરીભવાની તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ રાજુભાઇ સાથે આરોપી જીલ્લાભાઈએ સુંદરીભવાની ગામની સીમ જીજીયા પાટી વિસ્તારમા આવેલ વાડીએ મારગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ રાત્રીના બે વાગ્યાની આસપાસ ફરીયાદીના પતિ રાજુભાઇ ઘરે હાજર ન હોય ત્યારે આરોપીઓ કુહાડી જેવા હથીયાર લઇ તથા એક અજાણ્યો આરોપી પહેલા આવી ફરીયાદીના ભાગરમા કુહાડીના ઘા મારી તથા આરોપીઓ લાકડાના ધોકા લઇને આવી ફરીયાદીના ઘરમા તમામે ગેરકાયદેસર ગ્રુહ અપપ્રવેશ કરી બાથરૂમના દરવાજામા ઘા મારી તથા પાણીની ગેન્ડી તથા ઘરમા રાખેલ ફ્રીઝ તથા ઘરઘંટી તથા ડ્રેસીગ તથા કબાટમા નાની મોટી તોડફોડ કરી આશરે રૂપીયા ૩૦,૦૦૦/- નુ નુકસાન કરી તથા ભાગરમા નુકશાન કરી ફરીયાદી તથા તેના પતિને ભુડાબોલી ગાળો આપી તથા ફરીયાદિના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.