HomeMorbiજૂની અદાવતમાં હળવદના ચરાડવામાં દંપતી પર ધોકા વડે હુમલો
જૂની અદાવતમાં હળવદના ચરાડવામાં દંપતી પર ધોકા વડે હુમલો
Advertisement
Advertisement
હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને એક જ પરિવારના ત્રણ શખ્સોએ દંપતી પર હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. લાકડાના ધોકા વડે માર મારતા દંપતીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેને કારણે વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને હાલ વડોદરા ક્રુણાલ ચાર રસ્તા નજીક સમતા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં રીટાબેન પિન્ટુભાઈ હળવદીયા (ઉ.વ.૩૦) એ આરોપી અમીત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા તથા વીરૂ મનોજભાઈ હળવદીયા રહે. ત્રણેય ચરાડવા રાજલનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદના પતિ પીન્ટુભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપતા ફરીયાદી તથા સાથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાથીને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement