HomeMorbiમોરબી: ઢુવા-માટેલ રોડ પર મળેલી અડધી સળગેલી લાશના ભેદનો પર્દાફાશ, પત્ની અને...

મોરબી: ઢુવા-માટેલ રોડ પર મળેલી અડધી સળગેલી લાશના ભેદનો પર્દાફાશ, પત્ની અને પ્રેમી સહિત 03 ઝડપાયા

આજથી આશરે દશેક દિવસ પહેલા ઢુવા-માટેલરોડ ઉપર રેસી સીરામીક પાસે આવેલ ખુલ્લી જગ્યામાંથી અર્ધ બળેલ હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ જે લાશની ઓળખ મેળવી, વણશોધાયેલ ખુનનો ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરી ત્રણ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ઢુવા માટેલરોડ ઉપર રેસીસીરામીક પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા પુરૂષની તા.૨૭/૦૪/ ૨૦૨૬ ના રોજ અર્ધ સળગેલ હાલતમાં લાશ મળી આવેલ હતી જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી જેઓને અલગ અલગ કામની વહેચણી કરેલ જેવી કે બનાવ સ્થળની વિઝિટ કરવી, આજુબાજુના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવા, શંકાસ્પદ વાહનોની અવર જવર બાબતે માહિતી મેળવવી, બનાવ સ્થળની આજુબાજુના રહિશો તથા કારખાનામાં કામ કરતા મજુરોને મરણ જનારની લાશના ફોટાઓ બતાવવા, બનાવ સ્થળની આજુબાજુના કારખાના, હોટલ, તથા પેટ્રોલપંપ વિગેરે જગ્યાએ લગાડેલ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરવા તેમજ મરણ જનારની લાશના ફોટાઓ પાડી સોશ્યલ મીડીયા મારફતે બહોળી પ્રસિધ્ધી કરવી અને લાશની ઓળખ મેળવવા અંગેના તમામ પ્રયત્નો હાથ ધરવા તેમજ બનાવ સ્થળના ટેક્નીકલ ટીમના માણસો મારફતે સેલ આઇ.ડી. લેવડાવી શંકાસ્પદ મોબાઇલ ફોન નંબર મેળવવા અંગેની કાર્યવાહિ કરેલ.

આ બનાવ અંગે ટેક્નીકલ માધ્યમ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીરાહે કુલ ત્રણ શકમંદ મળેલ જેમાં એક પુરૂષ તથા બે મહિલાઓને આ બનાવ સબંધી પુછપરછ અર્થે મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી બનાવ અંગે યુક્તિ-પ્રયુક્તિથી ઝીણવટ ભરી રીતે ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આ મરણ જનાર અજાણ્યો પુરૂષ છગનભાઇ પાંચીયાભાઇ નિનામા રહે.દતીગામ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ વાળો હોવાનુ જણાવેલ અને તેને આ ત્રણેય જણાએ મળી દોરીથી ગળે ટુંપો આપી તેના હાથ દોરી વડે બાંધીદઇ લાશની ઓળખ ન થાય તે માટે સળગાવી નાંખી ખુન કરેલ હોવાની કબુલાત પોતાના નિવેદનમાં આપેલ હોય જેથી આ બનાવ અકસ્માત મોતનો નહિ પરંતુ ખુન અંગેનો હોય જેથી આરોપી પવન ભંવરલાલ નિનામાં (ઉ.વ.૨૯), રહે.મુળ ખમાલીયા તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ હાલરહે. હુવામાટેલ રોડ, બોન્જા સીરામીકના મજુરોની ઓરડીમાં તા.વાંકાનેર, સુમન છગન પાંચીયા નીનામા (ઉ.વ.૩૫) ૨હે.મુળ વતન દતીગામ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ હાલ રહે.હુવા માટેલરોડ, બોન્જા સીરામીક,ની ઓરડીમાં તા. વાંકાનેર, દેવલીબાઇ ગંગારામ પાલુ ગીરેવાલ (ઉ.વ.૫૦), રહે.રૂપારેલ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપી વિરૂધ્ધ ખુન અંગેનો ગુન્હો રજીસ્ટર કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular