HomeMorbiકણકોટ ગેસ પ્લાન્ટમાં કરોડોનું કૌભાંડ! ઇન્ચાર્જ-ઓપરેટરે મળીને LPG ગેસ ગેરકાયદેસર વેચ્યી માર્યો 

કણકોટ ગેસ પ્લાન્ટમાં કરોડોનું કૌભાંડ! ઇન્ચાર્જ-ઓપરેટરે મળીને LPG ગેસ ગેરકાયદેસર વેચ્યી માર્યો 

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આવેલ ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ વિશ્વાસઘાત કરી કંપનીની જાણ બહાર લાખો રૂપિયાનો LPG ગેસ ગેરરીતે વેચી નાખ્યો હોવાનું બહાર આવતા મામલો ગરમાયો છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા અને ‘કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ’ માં નોકરી કરતા શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (ઉ.વ.૪૨) એ આરોપી સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે હાલ વાંકાનેર મહાવિરનગરમુળ રહે. ખેરોદા ગામ, ગુલાબનગર, તા.ભીંડર જિ. ઉદયપુર રાજસ્થાન તથા ઇલ્યાસ નુરમામદભાઇ પરાસરા રહે. કણકોટ-૩ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા કણકોટ ગામે આવેલ કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ (એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ કણકોટ મોરબી) પ્લાન્ટમા આરોપી સુરેશકુમાર પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે તેમજ આરોપી ઇલ્યાસ પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા હોય જે બંન્ને આરોપીઓની મળી કંપની સાથે વિશ્વાસઘાત કરી કંપની દ્વારા મોકલવામા આવેલ એલ.પી.જી ગેસનો જથ્થો કંપનીની સુચના મુજબ નહિ વેચી સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૯૨ ટન ૬૫૬ કિ.ગ્રા એલ.પી.જી ગેસનો જથ્થો કિ.રૂ.૧,૫૨, ૮૮,૨૪૦/- કંપનીની જાણ બહાર કોઇપણ રીતે બારોબાર વેચી નાખ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ની કલમ -૩૧૬(૪),૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular