Wednesday, May 6, 2026
HomeMorbiખનીજ માફિયાઓ સામે વાંકાનેર પોલીસનો કડક પ્રહાર: રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ કબજે

ખનીજ માફિયાઓ સામે વાંકાનેર પોલીસનો કડક પ્રહાર: રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેર કાયદેસર ખનીજનુ વહન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ કિ.રૂ.૦૧ કરોડ ૨૦ લાખ નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે તથા ઓવર લોડ ખનીજનું વહન કરતા વાહનો મળી આવતા અશોક લેલન કંપનીના ચાર ડમ્પર કબજે કર્યા છે, જે પ્રત્યેકની કિંમત અંદાજે રૂ. 30 લાખ ગણવામાં આવી છે GJ-08-AU-7124 (કિંમત 30,00,000/-) GJ-03-BY-8288 (કિંમત ₹30,00,000/-) GJ-03- BY-7953 (કિંમત ₹30,00,000/-) GJ-11-VV-9695 (કિંમત 30,00,000/-) કુલ મુદ્દામાલ 1,20, 00,000 નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular