Wednesday, May 6, 2026
HomeMorbiઈન્સ્ટાગ્રામ મેસેજની શંકાએ માળીયામાં યુવક પર હુમલો, ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ પ્રહાર

ઈન્સ્ટાગ્રામ મેસેજની શંકાએ માળીયામાં યુવક પર હુમલો, ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ પ્રહાર

Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના હરિપર ગામ નજીક મચ્છુ નદીના કાંઠે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાની શંકાને આધારે યુવક પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા ખારાવાંઢ વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા યુનુસ સાવદીનભાઈ મોવર (ઉ.વ.૧૮) એ આરોપી સલીમ સુભાનભાઈ કટીયા, સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટીયા રહે. બન્ને નવજીવન હોટલ પાસે માળીયા તથા ફારૂકભાઈ રહે. નવા અંજીયાસરવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પર આરોપીની દીકરીને કોઈ ઈનસ્ટાગ્રામમા કોઈ મેસેજ કરતુ હોય એ વાતનો ખોટો વહેમ રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા-જપી કરી ધોકા વતી ફરીયાદિને માર મારી મુઢ ઈજા કરી તથા ફરીયાદિના માથાના ભાગે છરીના હાથાનો ભાગ મારી મુંઢ ઈજા કરી તથા આરોપીઓએ ફરીયાદિને પકડી રાખી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular