HomeMorbiમોરબી પોક્સો કોર્ટનો ચુકાદો: ૯ વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની...
મોરબી પોક્સો કોર્ટનો ચુકાદો: ૯ વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ
Advertisement
Advertisement
મોરબી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટનામાં ન્યાયાલયે કડક અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. હળવદ પોલીસ મથક વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં ૯ વર્ષના સગીર બાળકને લાલચ આપી અપહરણ કરી તેની સાથે ગંભીર દુષ્કર્મ કરનાર આરોપી અક્ષયભાઈ રમેશભાઈ દેગામાને મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
ઘટના શું હતી?
આરોપીએ બાળકને નવા બૂટ અને કપડાં આપવાની લાલચ આપી પોતાની મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ એકાંત સ્થળે લઈ જઈ બાળકની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું અને કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બહાર આવતા પોલીસ દ્વારા ગુનો નોંધાઈ તપાસ હાથ ધરાઈ હતી.
અદાલતનો ઐતિહાસિક ચુકાદો
સ્પેશ્યલ જજ કમલ રસીકલાલ પંડ્યાએ પુરાવા અને દલીલોને આધારે આરોપીને દોષિત ઠેરવ્યો અને નીચે મુજબ સજા ફટકારી:
POCSO Actની કલમ ૪ અને ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ તથા દંડ
IPC કલમ ૩૭૭ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ તથા દંડ
IPC કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ તથા દંડ
અદાલતે સ્પષ્ટ કર્યું કે તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.
પીડિતને વળતર
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ આપવામાં આવ્યો છે કે પીડિત બાળકને કુલ રૂ. ૪,૦૪,૦૦૦/- વળતર ચૂકવવામાં આવે.
આ કેસમાં સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતના આ ચુકાદાથી સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ પહોંચ્યો છે અને પીડિતોને ન્યાય મળે તે દિશામાં વિશ્વાસ મજબૂત થયો છે.
Advertisement
Advertisement