HomeMorbiમોરબીના ઉંચી માંડલ પાસે વિદેશી દારૂ/ બીયર ભરેલી અર્ટિગા કબ્જે, બુટલેગર ફરાર
મોરબીના ઉંચી માંડલ પાસે વિદેશી દારૂ/ બીયર ભરેલી અર્ટિગા કબ્જે, બુટલેગર ફરાર
Advertisement
Advertisement
મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી એક ઇગ્લીશ દારૂ ભરેલ અટીંગા કારનો પીછો કરી ઉંચી માંડલ ગામ પાસે અટીંગા કારમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે, “એક સફેદ એક સફેદ કલર ની મારૂતી સુઝીકી કંપનીની અર્ટીગા કાર જેને આગળ-પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી આ અર્ટીગા કાર ઇગ્લીશ દારૂ ભરી હળવદ તરફ થી મોરબી તરફ નીકળનાર હોય તેવી બાતમીના આધરે ઉંચી માડલ ગામ ખાતે વોચ તપાસમાં હોય જે દરમ્યાન બાતમીવાળી અર્ટીગા કાર આવતા આરોપી કાર ચાલક પોતાની કાર ભગાવીને ઉંચી માડલ ગામ પાસે અર્ટીગા કાર મુકી નાસી ગયેલ જે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૨,૧૫,૪૦૯/- તથા બિયર ના શીલપેક ટીન નંગ- ૧૪૪ કિ.રૂ.૧૯,૮૬૪/- તથા અર્ટીગા કાર કી.રૂ. ૫,૦૦,૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૬૫,૨૭૩/ મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.
Advertisement
Advertisement