Thursday, May 7, 2026
HomeMorbiમાળીયાના જૂના અંજીયાસરમાં કૌટુંબિક કંકાસ બન્યો હિંસક: પરિણીતા પર હુમલાનો આક્ષેપ, પતિ...

માળીયાના જૂના અંજીયાસરમાં કૌટુંબિક કંકાસ બન્યો હિંસક: પરિણીતા પર હુમલાનો આક્ષેપ, પતિ સહિત ચાર સામે ફરિયાદ

Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામે પરિવારના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરિણીતા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બાળકો બાબતે ચાલી રહેલી સામાન્ય બોલાચાલીમાં સમાધાન કરાવવા ગયેલી મહિલાને જ મારપીટનો ભોગ બનવો પડ્યો હોવાનું સામે આવતા પતિ સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા સાઈનાબેન ઉર્ફે સાહીનાબેન ફારૂકભાઈ મોવર (ઉ.વ.૨૪) એ આરોપી ફારૂક નીજામભાઇ મોવર, નીજામભાઇ હબીબભાઇ મોવર, સાઉદિન હબીબભાઇ મોવર, જુસબભાઇ નીજામભાઇ મોવર રહે.ચારેય ગામ જુના અંજીયાસર તા.માળીયાવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમની મોટી બહેન સલમાબહેન અને તેના જેઠ હસનભાઇ બાળકો બાબતે સામાન્ય બોલાચાલી કરતા હોય અને ફરીયાદિ સમજાવા ગયેલ એ આરોપીઓને સારૂ ન લાગતા એ વાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા-જપી કરી ફરીયાદિને વાળ ખેચી નીચે પાડી દઈ શરીરે ઢીકા પાટુનો તથા ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular