HomeMorbiવાંકાનેર હાઈવે પર રિક્ષાચાલકો વચ્ચે અથડામણ: પેસેન્જર બેસાડવાની બાબતે પાઈપ વડે હુમલો
વાંકાનેર હાઈવે પર રિક્ષાચાલકો વચ્ચે અથડામણ: પેસેન્જર બેસાડવાની બાબતે પાઈપ વડે હુમલો
Advertisement
Advertisement
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલા જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જર બેસાડવાની સામાન્ય બાબત ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી. બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ એક રિક્ષાચાલક પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા દીપકભાઇ કાનાભાઇ ધેણોજા (ઉ.વ.૩૫)એ આરોપી ફીરોજ મુસા, અકબર મુસા તથા સાહીલ મુસા રહે. ત્રણેય વાકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે આરોપી ફિરોજએ બોલાચાલી કરી ઝપાઝપી કરી ભુંડાબોલી ગાળો આપી તથા આરોપી ન અકબર તથા સાહીલેવલોખંડના પાઇપ સાથે આવી ફરીયાદીનો કાઠલો પકડી લોખંડના પાઇપથી ફરીયાદીને માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement