HomeMorbiમોરબીમાં રાજપર ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ: એક્ટીવા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં રાજપર ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ: એક્ટીવા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. રાજપર ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા એક્ટીવાની તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને એક્ટીવા સહિત રૂ. ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી પાસે એક એક્ટીવા શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લેતા એક્ટીવા રજીસ્ટર નંબર -GJ-36-AQ-7447 વાળીમાથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ તથા એક્ટિવા કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૧૨૦૦ ના મુદામાલ સાથે આરોપી સલમાનભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ (ઉ.વ.૨૯) રહે. લાતિ પ્લોટ શેરી નંબર -૦૮ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શાહરૂખભાઈ હાજીભાઈ ખોડ રહે. લાતિ પ્લોટ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular