HomeMorbiમોરબી ફાયર વિભાગ એક્શન મોડમાં: સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં અપાઈ ટ્રેનિંગ, ૨૧...
મોરબી ફાયર વિભાગ એક્શન મોડમાં: સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં અપાઈ ટ્રેનિંગ, ૨૧ નવા ફાયર ઓપરેટરોની કરાઈ ભરતી
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ર ઇન્ડસ્ટ્રીઝમાં ૨૫ સ્ટાફને અને ૦૧ કોમ્પલેક્ષ માં ૦૯ કર્મચારી ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ વધુ પ્રિવેનાન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૫ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૮ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર એફ.ઓ કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય
શહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ફાયર શાખા દ્વારા ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અને વધતા જતા કાર્યભારને ધ્યાનમાં રાખીને કુલ ૨૧ ફાયર ઓપરેટરની ૧૧ માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. જેથી આગ લાગવાના કિસ્સાઓમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીને વધુ ઝડપી બનાવવી તેમજ આ તમામ નવા નિમણૂક પામેલા ઓપરેટરોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ભરતીથી ફાયર સ્ટેશનોમાં મેનપાવરની અછત દુર થશે જેનાથી ઈમરજન્સી સમયે કામગીરીમાં વેગ આવશે. આ નવી ભરતીથી ફાયર ફાઈટિંગ ટીમની ક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને ઉનાળાની સિઝન અને ઔદ્યોગિક વિા રોમાં સર્જાતી આગની ઘટનાઓ સામે લડવા માટે આ ૨૧ નવા જવાનો સજજ છે
આ નવી નિમણૂકથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
મોરબી માં ૦૧ રેસ્કયુ કોલ તથા મોરબીમાં ૧૨ અલગ -અલગ જગ્યા એ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ ( PPE)આધુનિક સાધનો પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.