HomeMorbiઝાલી ગામની સીમમાં તસ્કરોનો આતંક: ખેડૂતની વાડીમાંથી મોટર અને વાયર ચોરી, રૂ....
ઝાલી ગામની સીમમાં તસ્કરોનો આતંક: ખેડૂતની વાડીમાંથી મોટર અને વાયર ચોરી, રૂ. 25 હજારનું નુકસાન
વાંકાનેર તાલુકાના ઝાલી ગામની સીમમાં તસ્કરોએ ફરી એકવાર ખેડૂતને નિશાન બનાવ્યો છે. અજાણ્યા ચોરોએ ખેડૂતની વાડીમાંથી પાણીની મોટર અને સર્વિસ વાયર ચોરી કરી લઈ જતા રૂ. 25 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અજયભાઈ છનાભાઈ ખમાણી (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાની ઝાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરીયાદીની વાડીમાંથી પાણીની મોટર કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા મોટરનો સર્વિસ વાયર કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.