HomeMorbi"મારા સગાને મજૂરીએ લઈ જશો તો મારી નાખીશ": હળવદમાં મંડપ સંચાલકને ધમકી...
“મારા સગાને મજૂરીએ લઈ જશો તો મારી નાખીશ”: હળવદમાં મંડપ સંચાલકને ધમકી આપતા શખ્સ સામે ગુનો
હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે મજૂરોને કામે લઈ જવા જેવી સામાન્ય બાબતે વિવાદ સર્જાતા મંડપ સર્વિસ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા અને ખેતી તથા મંડપ સર્વિસ નું કરતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (ઉ.વ.૫૪) એ આરોપી રતીલાલ ઘોઘજીભાઈ કોળી રહે. નવા ઘનશ્યામગઢ ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ જણાવેલ કે ફરીયાદીના મંડપ સર્વીસમા આરોપીના સગાને મજુરીએ લઈ જતા નહીં અને જો લઈ જશો તો જાનથી મારી નાખીશ તેમજ સાથીઓને પણ ધમકી આપી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.