HomeMorbiમોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો: બે ઝડપાયા, રૂ. 93 હજારથી વધુનો...

મોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો: બે ઝડપાયા, રૂ. 93 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં ચાલી રહેલી IPL ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તત્વો સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. અયોધ્યાપુરી રોડ વિસ્તારમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂ. 93,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે મળતી માહિતી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે અયોધ્યાપુરી રોડ પર સત્યમ બેટરીની દુકાન પાસે અમુક શખ્સો ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા સ્થળ પર દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ ટીમ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે ઈસમો રાજેશભાઈ અશ્વિનભાઈ ઉભડીયા (ઉ.વ.૨૮) રહે. વાઘપરા મોરબી તથા અજયભાઈ ગોપાલભાઈ ભડલકીયા (ઉ.વ.૨૫) રહે. લિલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૩૬-બી.એ.-૦૪૩૦ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૯૩,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો વિશુભા ઝાલા રહે. મોરબી તથા ઇસ્માઇલભાઇ કુરેશી રહે. કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular