HomeMorbiમોરબીમાં જૂની અદાવતનો લોહિયાળ અંત: બાલાજી હોટલ પાસે ધડાધડ ફાયરિંગ, ત્રણ ઘાયલ
મોરબીમાં જૂની અદાવતનો લોહિયાળ અંત: બાલાજી હોટલ પાસે ધડાધડ ફાયરિંગ, ત્રણ ઘાયલ
મોરબીના માળિયા રોડ પર ગત રાત્રે ગેંગવોર જેવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓસીસ સિરામિક કારખાના સામે આવેલી બાલાજી હોટલ નજીક જૂના મનદુઃખનો ખાર રાખી સાજીદ જેડા અને તેના સાગરિતોએ સ્કોર્પિયો સહિતની કારોમાં ધસી આવી બેફામ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલુકા પોલીસે હત્યાના પ્રયાસ સહિત આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કુલીનગર -૧ માં રહેતા શાહરુખ ફીરોજભાઈ પઠાણ (ઉ.વ.૩૨) એ આરોપી સાજીદ સાઉદીન જેડા, નુરમામદ જેડા, સમીર જેડા રહે ત્રણે મોરબી તથા બચલો જેડા તથા સ્વિફટ કારમા આવેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાજીદ જેડા સાથે પંદર-વીસ દિવસ અગાઉ માથાકુટ થયેલ તે બનાવનું મનદુખ રાખી તમામ આરોપીઓ ભેગા મળી પોતાનુ એક સમાન ઇરાદો તથા ગુનાહીત કાવતરુ પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાથીને મારી નાખવાના ઇરાદે સ્કોરપીયો તથા સ્વિફ્ટ કાર તથા કિયા કારમા આવીને ફરીયાદી તથા સાથીઓ ઉપર આરોપી સાજીદ જેડા એ એક રાઉન્ડ તથા નુરમામદ જેડાએ બે રાઉન્ડ વારફરતી બંદુક જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ફરીયાદીને ગળાના ડાબા ભાગે તથા પેટના ડાબા ભાગે તથા સાથી અલીભાઈને માથાના ભાગે તથા સાથી સલીમભાઇને શરીરના તે મામ ભાગોમાં નાની મોટી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી મારી નાખવાની કોશીશ કરી અને ભુડી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ-૧૦૯(૧), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫), ૨૧(૨), તથા આમ્સ એકટ કલ મ ૨૫(૧)બીએ, ૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.