HomeMorbiમોરબીના ગાળા ગામ પાસે ફેક્ટરીમાં ચોરી કરનાર 4 આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસે...
મોરબીના ગાળા ગામ પાસે ફેક્ટરીમાં ચોરી કરનાર 4 આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી લાખોની ચોરીનો ભેદ આખરે મોરબી એલ.સી.બી. પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી પાડી કુલ રૂ. 1.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં ફરીયાદીના બંધ હાલતમાં રહેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કોઇ અજાણ્યા ચોર ઇસમો સુર્યાસ્તથી સુર્યોદય સુધીના સમય ગાળા દરમ્યાન ગુન્હાહિત અપપ્રવેશ કરી સી.સી.ટી.વી. એન.વી.આર. આશરે કિ.રૂ.૧૦, ૦૦૦/- તથા સોની કંપનીનુ ટીવી કિ.રૂ. ૨૦, ૦૦૦/- તથા બે સી.સી.ટી.વી કેમેરા કિ.રૂ.૫૦૦૦/- તથા વિજકરંટ પસાર કરતી કોપર પ્લેટ નંગ-૮ કિ.રૂ.૧, ૦૦,૦૦૦/- તથા પ્રેસ મશીન પાસે લાગેલ કોપરનો વિજ કેબલ આશરે ૪૦ ફુટ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ઇલેક્ટ્રીક પેનલથી કન્ટ્રોલર સુધી લાગેલ ઇન્ટરલોક કોપર કેબલ આશરે ૪૦ ફુટ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૫, ૦૦૦/- ની ચોરી કરી કોઇ અજાણ્યા ચોર ઇસમો લઇ જતા ગુન્હો બનતા ફરીયાદ જાહેર કરેલ હોય જે ગુન્હો વણ શોધાયેલ હોય.
જેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સીસથી ખાનગી બાતમી મેળવી તેમજ જુદી-જુદી ટીમો બનાવી ગુનો શોધી કાઢવા મોરબી તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાને બાતમી મળેલ કે એક લીલા કલરની સી.એન.જી.ઓટો રીક્ષા રજી. નંબર GJ-36-U-7710 વાળી તથા એક સ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-14-AH- 4338 વાળુ એમ બંને વાહનો સાથે ચાર ઇસમો રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર બેઠેલ છે.જેઓએ ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે અને આ ચોરીમાં ગયેલ મુદામાલ હાલે તેની પાસે રહેલ ઉ રીક્ષામાં હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્થળ પર જઇ વેરીફાય કરતા બાતમીવાળા સ્થળેથી ચાર ઇસમો રમેશભાઇ ઉર્ફે પોયો મનુભાઇ વાધેલા રહે. શક્તિપરા તા.વાંકાનેર, હમીરભાઇ બહાદુરભાઇ વાધેલા રહે.ગઢડા (સ્વામીના), હરીપરરોડ તા.ગઢડા જી.બોટાદ, અજયભાઇ ઉર્ફે અજીત સુરાભાઇ વાધેલા રહે.ગઢડા (સ્વામીના), હરીપરરોડતા. ગઢડા જી.બોટાદ, રણજીતભાઇ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઇ માથાસુરીયા રહે.હાલ શક્તિપરા તા.વાંકાનેર મુળગામ દેવસર તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને કુલ રૂપિયા- ૧,૯૪,૮૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર શખ્સો હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા રહે. દેવસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, ધનજીભાઇ વેરશીભાઇ માથાસુરીયા રહે.દેવસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, હેમંતભાઇ સેરાભાઇ વાધેલા રહે.ધામેલ તા.દામનગર જી.અમરેલી, સુરેશભાઇ બચુભાઇ સાડમીંયા રહે.સરધાર તા.જી. રાજકોટવાળાનુ નામ ખુલતા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ પકડાયેલ આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સટેશન ખાતે સોંપેલ છે.