HomeMorbiમોરબીમાં નવા RTO પાસે દારૂનો અડો ઝડપાયો: ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે,...

મોરબીમાં નવા RTO પાસે દારૂનો અડો ઝડપાયો: ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, બુટલેગર ફરાર

મોરબીમાં પ્રોહીબીશનના કાયદાને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. નવા આર.ટી.ઓ. ઓફિસ નજીક આવેલ ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહી દરમિયાન રૂ. 13 હજારથી વધુનો દારૂ કબજે થયો હતો. જોકે દરોડા પહેલા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાંબુડીયા ગામની સીમમાં નવા આર.ટી.ઓ. ઓફિસ પાસે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ સરાણીયા પોતાના રહેણાંક ઝૂંપડામાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી કુલ બોટલ નંગ -૨૩ કિંમત રૂપિયા ૧૩૨૦૫ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular