HomeMorbiમોરબીમાં દારૂના કાળા કારોબાર પર પોલીસનો દરોડો: ત્રાજપર ખારીમાંથી 64 બોટલ સાથે...

મોરબીમાં દારૂના કાળા કારોબાર પર પોલીસનો દરોડો: ત્રાજપર ખારીમાંથી 64 બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા પર સિટી બી ડિવિઝન પોલીસે કરડાકીય કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે રહેણાંક મકાનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે રૂ.12,400 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક શખ્સને દબોચી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા અજયભાઇ સુખાભાઇ બાબરીયા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરે છે.જે બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૪ કિંમત રૂપિયા ૧૨૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular