HomeMorbiખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: માળિયા પંથકમાંથી ૨.૬૪ કરોડનો મુદ્દામાલ જપ્ત
ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: માળિયા પંથકમાંથી ૨.૬૪ કરોડનો મુદ્દામાલ જપ્ત
માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા-જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી રેતી ભરેલા આઇવા ડમ્પર (૧૦), રેતી ટન (૪૫૬) તથા માળીયાના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠે ગેરકાયદેસર ખનીજ (રેતી) નુ ખનન કરતા ઇસમોને હિટાચી મસીન (૧), હુડકા-બોટ (૨) મળી કુલ રૂ.૨,૬૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડયો છે.
રાજકોટ રેન્જ ટીમને મળેલ બાતમીના આધારે મોરબી જિલ્લાના માળીયા મી. પો.સ્ટે. વિસ્તારના માળીયા-જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર ખનીજ (રેતી) ભરેલા ડમ્પર કુલ – ૧૦ જેમાં (1) GJ-36-X5002 ડ્રા. ભાવેશભાઇ પાંચાભાઇ સોલંકી માલીક- પ્રતિકભાઇ દલીપભાઇ ચાદરા રહે. બંન્ને જામનગર ના ડમ્પરમાં ૪૫ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/-ગણી કબ્જે કરેલ છે. (2) GJ1OTY5266 ડ્રા. જુનેશભાઇ સુમારભાઇ ખીચડી રહે.જોડીયા માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (3) GJ10TY2102 ડ્રા. કરણ રહે.ધ્રોલ જામનગર માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૮ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (4) GJ10AT5749 ડ્રા. મહેશસિંહ રણજીતસિંહ પરમાર રે.જામનગર માલીક- પરીશ્રમ એન્ટરપ્રાઇઝ જામનગર ના ડમ્પરમાં ૫૧ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (5) GJ1OTY4005 ડ્રા. હારુનભાઇ અબ્દુલભાઇ છેર રહે. જામનગર માલીક- રાજુભાઇ પટેલ ના ડમ્પરમાં ૧૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (6) GJ10AT8163 ડ્રા. કલ્પેશભાઇ ડાયાભાઇ કટેસીયા રહે.જામનગર માલીક- ઇશ્વરભાઇ જેઠાલાલ કટેસીયા રહે.જામનગર ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (7) GJ36X2003 ડ્રા. લાલજીભાઇ ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક- પીન્ટુભાઇ સીણાભાઇ ડાભી રહે.સુંદરીભવાની ના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (8) GJ-38-V-8444 ડ્રા. નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક-નરેન્દ્રસિહ કુવરસિંહ ચાવડા રહે.જામનગર ના ડમ્પરમાં ૬૦ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (9) GJ10TX9003 St. રજાક સુભાનભાઇ જેડા રહે. મોરબી માલીક- રુત્વીક અમુભાઇ ખીમાનીયા રહે.મોરબી ના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (10) GJ36T9259 ડ્રા. આવેશ હારીનભાઇ જામ રહે.માળીયા માલીક-અજય રમેશભાઇ મીયાત્રા રહે.મોરબી ના ડમ્પરમાં ૪૩ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- કબ્જે કરેલ છે.
તેમજ માળીયા મીયાણાના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠેથી અમુક ઇસમો ગેરકાયદેસર (રેતી) નુ ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા તે જગ્યાએથી એક હીટાચી મસીન કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બે(ર) હુડકા (બોટ) કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ ના અધિકારીઓ દ્વારા આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા માટે કસુરદારોને તથા મુદ્દામાલને માળીયા મી. પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.