HomeMorbiમચ્છુ-02 ડેમ કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીનો દરોડો : 1.37 લાખનો...

મચ્છુ-02 ડેમ કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીનો દરોડો : 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાના અદેપર ગામ નજીક મચ્છુ-02 ડેમના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ટાફે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો, તૈયાર દેશી દારૂ, અખાધ્ય ગોળ સહિત કુલ રૂ.1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે મુખ્ય આરોપી પોલીસ પહોંચે તે પહેલાં જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મોરબીના એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અલ્પેશ રણછોડભાઇ કગથરા રહે.અદેપર ગામ તા.જી.મોરબી વાળો તેના ગામ અદેપર ખાતે આવેલ મચ્છુ-૦૨ ડેમના કાંઠે આવેલ પોતાની વાડીના સેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી આધારે બાતમીવાળી જગ્યા ઇસમની વાડીના શેઢે પંચો સાથે રેઇડ કરતા દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો તથા દેશી દારૂ તથા અખાધ્ય ગોળ ના ડબ્બા મળી આવેલ અને ઇસમ રેઇડ સમયે હાજર નહી મળી આવેલ જેથી આ બાબતે મોરબી તાલુક પોલિસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular