HomeMorbiમોરબીના રંગપર પાસે શંકાસ્પદ બાઈક સાથે યુવક ઝડપાયો : પોલીસ પૂછપરછમાં ગૂંચવાયો,...
મોરબીના રંગપર પાસે શંકાસ્પદ બાઈક સાથે યુવક ઝડપાયો : પોલીસ પૂછપરછમાં ગૂંચવાયો, વાહન કબ્જે
મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાયેલ વાહન ચેકિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં બ્લેકબેરી કારખાના નજીકથી એક યુવકને શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાઈકના કાગળો કે માલિકી અંગે કોઈ પુરાવો રજૂ ન કરી શકતા પોલીસે વાહન કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ મોરબી થી જેતપર રોડ બ્લેકબેરી કારખાના સામે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમ્યાન જેતપર બાજુથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇને નિકળતા તેને રોકી મોટરસાયકલના કાગળો તપાસ અર્થે માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ફર્યું ફર્યું બોલતો હોય તે મોટરસાયકલ પોતાની પાસે હોવા અંગેના કોઇ આધાર પુરાવા માંગતા આરોપી પાસે ન હોય તેમજ પોતે આ મોટરસાયકલના માલીક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમે મોટરસાયકલ છળકપટ કે ચોરી મેળવેલાનુ જણાય આવતા આ મોટર સાયકલ ચેસીસ નંબર MBLHA10BVFHL23768 ને તેના એન્જી નંબર HA10EWFHL 52030 કિ.રૂ.15000 સાથે પકડી પાડી મળી આવેલ શંકાસ્પદ ચીજવસ્તુ બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી ઇસમ પવનભાઇ મનોહર બાબલ (ઉ.વ.૨૦) રહે. જલેલી ફોજદારાન તા લુણી જી જોધપુર રાજસ્થાનવાળાની બી.એન.એસ.એસ કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એન. એમ. મકવાણા નાઓ ચલાવી રહેલ છે.