HomeMorbiરવાપર-ઘુનડા રોડ કામ અને હેડવર્કસ રીનોવેશનના કારણે મોરબીના અનેક વિસ્તારોમાં પાણી બંધ
રવાપર-ઘુનડા રોડ કામ અને હેડવર્કસ રીનોવેશનના કારણે મોરબીના અનેક વિસ્તારોમાં પાણી બંધ
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રવાપર-ઘુનડા રોડનું કામ પ્રગતિમાં હોવાથી પાણી ની લાઈન વચ્ચે નડતર રૂપ હોઈ જેથી તે પાણી ની લાઈન નું સીફટીંગ કરવું આવશ્યક હોઈ જેથી મહાનગરપાલિકા દ્વારા પાણી ની લાઈન સીફટીંગ ની કામગીરી તા-૧૪/૦૫/૨૦૨૬ થી તા-૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે જે કારણસર ૨ દિવસ રવાપર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે અને મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગૌશાળા હેડવર્કસ ખાતે ૪૩ MLD હેડવર્કસ ના રીનોવેશનના કામ અર્થે તા-૧૪/૦૫/૨૦૨૬ થી તા-૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે જે કારણસર દિવસ ૨ સુધી સુરજ બાગ,દરબાર ગઢ,રણછોડ નગર વગેરે હેડવર્કસ થી વિતરણ થતા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.