HomeMorbiહળવદ જમીન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો : નકલી દસ્તાવેજોથી સરકારી જમીન...
હળવદ જમીન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો : નકલી દસ્તાવેજોથી સરકારી જમીન પોતાના નામે કરાવ્યાનો આરોપ
હળવદ તાલુકામાં સરકારી જમીનના રેકોર્ડમાં ચેડાં કરી કરોડોની જમીન પોતાના નામે કરાવવાના કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોની સરકારી જમીનના નકલી દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે માલિકી મેળવવાના મામલે હળવદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ફરાર આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયાની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી પોતાના નામે કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જેમાં પોલીસ ઇન્સપેકટર દ્વારા પકડવાના બાકી રહેલ આરોપીઓ પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી બાકી રહેલ આરોપીઓ સત્વરે પકડાય તે માટે બાતમી મેળવવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટાફ દ્રારા આ જમીન કૌભાંડના ગુનામાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી સરકારની જમીન પોતાના નામે કરનાર આરોપી નામે બીજલ અમરશીભાઈ ઝેઝરીયા રહે ગામ અભેપર તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.