HomeMorbiવાંકાનેરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસનો સપાટો : 1.10 કરોડના વાહનો સાથે ચાર...

વાંકાનેરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસનો સપાટો : 1.10 કરોડના વાહનો સાથે ચાર ડમ્પર-ટ્રક જપ્ત

વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહન વ્યવહાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા ચાર ભારે વાહનોમાંથી ગેરરીતિથી ખનીજ ભરેલું મળી આવતા પોલીસે કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફિયાઓમાં હડકંપ મચાવી દીધો છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ગેરકાયદેસર રીતે અને ઓવરલોડ ખનીજ ભરીને જતા ચાર વાહનો મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબ્જે કર્યા છે. પોલીસ દ્વારા અશોક લેલન કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-13-AX-0892, ટાટા કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-27 -TD-2406, અશોક લેલન કંપનીની ટ્રક રજીસ્ટર નંબર: GJ-03-BY-4694) અશોક લેલન કંપનીની ટ્રક રજીસ્ટર નંબર: GJ-11-VV-9618 મળી કુલ કિંમત રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.

RELATED ARTICLES

Most Popular