HomeMorbiટંકારમાં 15 વર્ષની કિશોરી રહસ્યમય રીતે લાપતા : ‘હું ઘર છોડીને જાઉં...

ટંકારમાં 15 વર્ષની કિશોરી રહસ્યમય રીતે લાપતા : ‘હું ઘર છોડીને જાઉં છું’ કહી નીકળી, અપહરણની આશંકા

ટંકારા પંથકમાં 15 વર્ષની સગીર કિશોરી અચાનક લાપતા થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. કિશોરીએ ‘હું ઘર છોડીને જાઉં છું’ એવું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત નહીં ફરતા પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે માતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી કિશોરીની શોધખોળ સાથે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પંથકમાં રહેતા મહિલાએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઇ કારણસર અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular