HomeMorbiમોરબીમાં ખંડણી અને છેતરપિંડી કેસનો ફરાર આરોપી એલસીબીના જાળમાં
મોરબીમાં ખંડણી અને છેતરપિંડી કેસનો ફરાર આરોપી એલસીબીના જાળમાં
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે વાંકાનેરના ગેલેકસી પાર્ક વિસ્તારમાં દરોડો પાડી આરોપી ઇરફાનભાઈ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઈ સમાને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી/છેતરપિંડી/ વિશ્વાસઘાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેરવાળો હાલે પોતાના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા (ઉ.વ.૩૪) રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેરવાળો ગેલેકસી પાર્ક ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.