HomeMorbiમોરબી પોલીસની સપાટો: ડે-કોમ્બિંગમાં ૨૫ બુટલેગરો અને ૮ જુગારીઓ ઝડપાયા, હજારોનો દંડ...
મોરબી પોલીસની સપાટો: ડે-કોમ્બિંગમાં ૨૫ બુટલેગરો અને ૮ જુગારીઓ ઝડપાયા, હજારોનો દંડ વસૂલાયો
મોરબી: મોરબી શહેરના રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો, ટ્રાફિક શાખા અને મહિલા પોલીસની ટીમોએ મોરચો સંભાળ્યો હતો.
પોલીસે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ્સ પર ટ્રાફિક ચેકિંગ મજબૂત કર્યું હતું અને જનતામાં જાગૃતતા લાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ ઓપરેશનમાં જાહેરનામાનો ભંગ કરનારા તેમજ કાયદો હાથમાં લેનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી ૨ વાહનો કબ્જે કરાયા હતા અને ૧૧ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. મોરબી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જરાય ચલાવી લેવામાં આવશે નહીં.
આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી શહેરમાં પોલીસ દ્વારા નીચે જણાવ્યા મુજબના કેસો કરવામાં આવેલ છે.
1. ચેક કરેલ સક્રિય પ્રોહી. બુલેગરની સંખ્યા:- ૨૫
2. ચેક કરેલ જાણીતા જુગારીયાની સંખ્યા:- ૦૮
3. ચેક કરેલ ટપોરી સંખ્યા:- ૩૦
4. પ્રોહીબીશનના સફળ કેસોની સંખ્યા:- ૦૪
5. એમ.સી.આર.ચેક કરેલ સંખ્યા:- ૩૩
6. હિસ્ટ્રીસીટર ચેક કરેલ સંખ્યા:- ૦૮
7. (એમ.વી.એક્ટ-૨૦૭) વાહનો ડીટેઇનના કેસો :- ૧૧
8. પ્રોહિ પીવાના કેશોની સંખ્યા:- ૦૨
9. જાહેરનામા ભંગના કેશોની સંખ્યા:-૦૧
10. દારૂ પી વાહન ચલાવી નિકળેલ ચાલકો (MVA-185) કેસો:-૦૨
11. ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ દંડ તથા કરેલ કેશની સંખ્યા :- એન.સી.-૭૨ હાજર દંડ રૂપિયા ૩૦,૫૦૦/-