HomeMorbiમોરબીના લાતી પ્લોટમાં દારૂની હેરફેર પર પોલીસનો દરોડો; બે શખ્સ ચપલા અને...

મોરબીના લાતી પ્લોટમાં દારૂની હેરફેર પર પોલીસનો દરોડો; બે શખ્સ ચપલા અને મોબાઇલ સાથે ઝડપાયા

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્સોની તપાસ કરતાં તેમની પાસેથી વિદેશી દારૂના ચપલા તથા મોબાઇલ મળી કુલ રૂ. ૨૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દારૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર-૨માં આવેલા ઓમ શક્તિ કારખાના પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્સોની પોલીસે તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૦૦ તથા બે મોબાઇલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૦૪૦૦ ના મુદામાલ સાથે આરોપી વિનોદભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉ.વ.૨૭) રહે. માગળની વાડી વાવડી ચોકડી પાસે મોરબી તથા રમેશભાઈ કાંતિભાઈ કણજારીયા (ઉ.વ.૩૦) માગરની વાડી મોરબીવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular