HomeMorbiમોરબીમાં દારૂના અડ્ડાઓ પર LCBની તવાઈ : રંગપર અને સિરામિક સીટીમાંથી દેશી/વિદેશી...

મોરબીમાં દારૂના અડ્ડાઓ પર LCBની તવાઈ : રંગપર અને સિરામિક સીટીમાંથી દેશી/વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી ક્રાઈમ બ્રાંચે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોરબી તાલુકાના રંગપર ગામની સીમ અને સિરામિક સીટી વિસ્તારમાંથી કુલ બે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રેબન કારખાનાની સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્ષમાં આવેલ આરોપીના કબજા ભોગવટાની દુકાન નં-પમાંથી દેશીદારૂ લિટર-૧૨૦ કિ.રૂ.૨૪,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ છે

તેમજ મોરબી વાંકાનેર ને.હા.રોડ, સીરામીક સીટી એલ.-૦૧ના આરોપીના કબજામાંથી ઇંગ્લીશદારૂની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૮ કિં.રૂ. ૮,૮૮૦/- ના મુદામાલ સાથે મળી આવેલ. આરોપી અનવરભાઇ હાજીભાઇ માલાણી રહે. મોરબી-૨ માળીયા ફાટક પાસે કાંન્તીનગર તા.જી.મોરબી તથા હિરેન સેતલકુમાર યાદવ રહે. મોરબી વાંકાનેર ને.હા. રોડ, સીરામીક સીટી એલ.૦૧ મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Most Popular