HomeMorbiમોરબીમાં ગોડાઉન પર પોલીસનો દરોડો : પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’નો જથ્થો ઝડપાયો
મોરબીમાં ગોડાઉન પર પોલીસનો દરોડો : પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’નો જથ્થો ઝડપાયો
મોરબી શહેરના રવાપર-લીલાપર રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’ના જથ્થા પર સીટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ આવેલા એક ગોડાઉનમાં પ્રતિબંધિત વસ્તુ રાખવામાં આવી હોવાની બાતમી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલા ૧૦ નંગ ‘ગોગો સ્ટીક બોક્સ કિંમત રૂપિયા ૪,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી (ઉ.વ.૩૬) રહે.મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ મોરબીવાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.