HomeMorbiમોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં- 8ની મુલાકાત લેવાઈ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં- 8ની મુલાકાત લેવાઈ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં- 8ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આયોધ્યાપૂરી મેઇન રોડ અને લાતી પ્લોટ પાસે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત લાતીપ્લોટ વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવા બસ સ્ટેશન તેમજ લાતીપ્લોટ ખાતે આવેલ જાહેર શૌચાલયોની મુલાકાત લઈને ત્યાંની સફાઈ અને સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ જાહેરમાં પાણીનો બગાડ કરતાં ઇસમો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular