HomeMorbiપીપળી ગામે પશુપાલકને તસ્કરોનો ફટકો : રૂ. 1.10 લાખની ભેંસ અને બે...
પીપળી ગામે પશુપાલકને તસ્કરોનો ફટકો : રૂ. 1.10 લાખની ભેંસ અને બે પાડી ચોરાઈ
મોરબી તાલુકાના પીપળી જુના ગામમાં પશુપાલકના વાડામાં તસ્કરોએ હાથ સાફ કરતા એક કાળા કલરની ભેંસ અને બે ખડેલા પાડીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવને લઈ પશુપાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ પીપળી જુના ગામમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા વર્ષીય મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલિકિની એક ભેંસ તથા બે ખડેલા પાડી ભેંસ કાળા કલરની કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦ ની જંગમ મિલકત પરવાનગી વગર કે સહમતી વગર ઢોર બાંધવના વાડામાંથી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.