HomeMorbiવાંકાનેરમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો : મોબાઈલથી જુગાર રમતો ઈસમ ઝડપાયો
વાંકાનેરમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો : મોબાઈલથી જુગાર રમતો ઈસમ ઝડપાયો
વાંકાનેર શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે કાર્યવાહી કરી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે નવાપરાના નાકા પાસે એક ઇસમ મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો છે. પોલીસે દરોડો પાડતા, આરોપી મહમંદઅલી ઉર્ફે ગટીભાઇ સુમારભાઇ હાલા (ઉં.વ. ૪૨), રહે. મીલપ્લોટ, વાંકાનેર પોતાના મોબાઈલ પર પંજાબ અને બેંગ્લોરની મેચના રનફેર અને હારજીત પર સોદા લખાવતો મળી આવતા આરોપીને રોકડ રૂપિયા ૭૫૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા, ૧૦૭૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.