HomeMorbiરવિરાજ ચોકડી પાસે એલસીબીનો સપાટો : રીક્ષામાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂ....

રવિરાજ ચોકડી પાસે એલસીબીનો સપાટો : રીક્ષામાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી-માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી નજીક મોરબી એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે રોકવામાં આવેલી માલવાહક રીક્ષામાંથી રૂ. 2.83 લાખ કિંમતની વિદેશી દારૂની 2448 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 5.88 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, એક લીલા કલરની બજાજ મેક્ષીમા માલ વાહક રીક્ષા રજીસ્ટર નં. GJ-03-BX- 3237 વાળી માળીયા તરફથી મોરબી તરફ આવે છે અને જે રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી બાતમી પોલીસે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ રવિરાજ ચોકડી પાસે આવેલ ક્રીસ્ટલ કોલ પાસે સર્વીસ રોડ ઉપર વાહન ચેકીંગ/વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી રીક્ષા નિકળતા મળી આવતા ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૨૪૪૮ કિં.રૂ.૨,૮૩,૨૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ ૫,૮૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદાર રહે. મકરાણી વાસ જેલની પાછળના ભાગે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો અવેશભાઈ પીલુડીયા રહે.વીસીપરા મોરબી તથા સલીમભાઈ જુસબભાઈ કટીયા રહે.મચ્છીપીઠ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular