HomeMorbiમોરબીના નીચી માંડલ ગામની સીમમાં પોલીસનો દરોડો : વિદેશી દારૂની 7 બોટલ...

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પોલીસનો દરોડો : વિદેશી દારૂની 7 બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ. 6,923 કિંમતની વિદેશી દારૂની 7 બોટલ મળી આવતા પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં ઈટાલસ વિટ્રિફાઈડ કારખાના પાસે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિંમત રૂપિયા ૬૯૨૩ ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૨૩) રહે. ઉંચી માંડલ ગામ તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular