HomeMorbiપીપળી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર; પાંચ મહિલા સહિત છ જુગારીઓ...
પીપળી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર; પાંચ મહિલા સહિત છ જુગારીઓ ઝડપાયા
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલી અમરનાથ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી હતી. પોલીસે સ્થળ પરથી પાંચ મહિલા સહિત કુલ છ ઈસમોને રૂ. ૬૩,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પર જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઈસમો રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મોરબી, રીનાબેન કેશુભાઈ ઉકાણી રહે. શિવાલીક ટી.કે. હોટલ પાસે એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા, રહે. પીપળી ગામ તા. મોરબી, કાજલબેન બુધાભાઈ નોવરાટીયા રહે. મહેન્દ્રનગર મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઈ અઘારા રહે. પીપળી ગામ, અસ્મિતાબેન સવજીભાઈ ડાભી રહે. પીપળી ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૩,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.