HomeMorbiમોરબીના ગેન્ડા સર્કલ પાસે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
મોરબીના ગેન્ડા સર્કલ પાસે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહી છે. મોરબીના સામાકાંઠે આવેલ ગેન્ડા સર્કલ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ગેન્ડા સર્કલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો મહમદભાઇ ફરહાનભાઇ પીલુડીયા (ઉ.વ.૨૪) રહે. વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, હસનભાઇ હનીફભાઇ કુરેશી (ઉ.વ.૨૭) રહે. સીરામીક સીટી પાસે લાલપર રોડ, અહેમદભાઇ દાઉદભાઇ હોકાવાડા (ઉ.વ.૨૯) રહે. વીશીપરા મદીના સોસાયટી, દક્ષકભાઇ રમેશભાઇ બાવરવા (ઉ.વ.૨૪) રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી, શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૨૨) રહે. સો-ઓરડી વરીયા મંદિર પાછળ મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.