HomeMorbiનવી પીપળી ગામે ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

નવી પીપળી ગામે ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

મોરબી તાલુકાના નવી પીપળી ગામે મચ્છુ માતાજીના મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા વ્યક્તિની ડેડ બોડી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ મળી આવી નથી તેમજ કોઈ વાલી-વારસ પણ સામે આવ્યા નથી. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મૃતકના વાલી-વારસ અથવા ઓળખાણ ધરાવતા વ્યક્તિઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ગરીયા – 9601146770 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન – 6359626066 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular