HomeMorbiમોબાઈલમાંથી ડોક્યુમેન્ટ્સ ચોરી કરી લાખોની લોન કરી લિધી! મોરબીના વેપારી સાથે પરિચિતે...
મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ્સ ચોરી કરી લાખોની લોન કરી લિધી! મોરબીના વેપારી સાથે પરિચિતે જ આચરી છેતરપિંડી
મોરબીમાં વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વેપારીના મોબાઈલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમની વિગતો મેળવી રાજકોટના શખ્સે લાખો રૂપિયાની લોન ઉપાડી લીધી હતી. એટલું જ નહીં, વેપારીના પરિચિતના નામે પણ લોન લઈ લાંબા સમયથી હપ્તા નહીં ભરાતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આ મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ ગ્રીન ચોક કંસાર શેરીમાં રહેતા અને વેપાર કરતાં સંજયભાઈ સગુણભાઈ કાગડા (ઉ.વ.૪૨) એ આરોપી સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રહે. લકી પાર્ક શેરી નં -૧ સોમનાથ સોસાયટી -૨ રૈયા ટેલિફોન એક્ષચેજ પાસે રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીનો મોબાઇલ લઇ આધારકાર્ડ ,પાનકાર્ડ તથા એ.ટી.એમ કાર્ડના નંબર મેળવી ફરીયાદીની જાણ બહાર રૂપિયા ૬૨૦૦૦/- તથા ૧૧૦૦૦/- લોન કરાવી તેમાંથી આરોપીએ રૂપિયા ૧૧૦૦૦/- લોન ભરી તેમજ સાથી આશનદાસ જીયોભાઇ રબારીના નામે રૂપિયા ૪૦,૦૦૦/- તથા ૨૬૫૦૦/- ની લોન કરાવી ફરીયાદી તથા સાથી આશનદાસની લોન આજદીન સુધી નહી ભરી ફરીયાદી તથા સાથી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.