HomeMorbiવાંકાનેરમાં જૂની અદાવતનો ખૂની ખેલ: રિક્ષાને કારથી ટક્કર મારી પલટી ખવડાવી યુવક...

વાંકાનેરમાં જૂની અદાવતનો ખૂની ખેલ: રિક્ષાને કારથી ટક્કર મારી પલટી ખવડાવી યુવક પર ધારીયા-પાઈપથી હુમલો

વાંકાનેર તાલુકાના હસનપર શક્તિપરા રોડ પર જૂની અદાવતને લઈ ફિલ્મી સ્ટાઈલમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે. કાર અને બાઈકમાં આવેલા શખ્સોએ રિક્ષાને જાણીજોઈને ટક્કર મારી રોડ નીચે ઉતારી દીધી હતી. ત્યારબાદ ધારીયા અને પાઈપ જેવા હથિયારો વડે રિક્ષા ચાલક યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના હસનપર (શક્તિપરા) ના વતની અને હાલ રાજકોટ ભાવનગર રોડ પર ગંજીવાડ વિસ્તારમાં રહી રિક્ષા ચલાવતા ઇકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (ઉ.વ. ૩૨) એ આરોપી રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે.મોરબી, ગોપાલભાઈ રામજીભાઈ રબારી, શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે.બન્ને મકનસર તા.જી.મોરબી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી ગોપાલભાઇ તથા શૈલેષભાઈ સાથે અગાઉ ઝગડો થયેલ હોય અને ફરીયાદ લખાવેલ હોય જે વાતનો ખાર રાખી આરોપીઓ ફોરવ્હીલકાર લઇને ફરીયાદીની રીક્ષા રજીસ્ટર નંબર- જીજે-૦૨-એક્સ-એક્સ -૬૩૧૧ વાળીને સામેથી જાણી જોઇને ઇજા પોહચાડવાના ઇરાદે ઠોકર મારી ફરીયાદીને રીક્ષા સાથે રોડ નીચે પછાડી દઇ આરોપીઓએ ધારીયા તથા પાઈપ વડે મારમારી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular