HomeMorbiટંકારામાં તસ્કરોનો તરખાટ : ‘શ્રી રામ સેલ્સ એજન્સી’ના શટર તોડી રૂ.53 હજારનો...

ટંકારામાં તસ્કરોનો તરખાટ : ‘શ્રી રામ સેલ્સ એજન્સી’ના શટર તોડી રૂ.53 હજારનો તમાકુ ચોરી ફરાર

ટંકારા શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. પનારા ચેમ્બર્સમાં આવેલી “શ્રી રામ સેલ્સ એજન્સી”ને નિશાન બનાવી સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દુકાનના શટરનાં તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો બાગબાન તમાકુના કાર્ટુન સહિત રૂ.53,920નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. સમગ્ર મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાની દયાનંદ નગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા વેપારી હિતેષભાઈ રમેશભાઈ ભટાસણા (ઉ.વ. ૪૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ઇસમોએ ફરીયાદીના “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનના શટરના તાળા તોડી દુકાનમા ગેરકાયદેશર પ્રવેશી કરી દુકાનમાથી બાગબાન તમાકુના કાર્ટુન જેમા ૧૬ નંગ ડબલા કિ.રૂ-૫૩,૯૨૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular