HomeMorbiમાળીયામાં મીઠાના કારખાને ઓપરેટરની અદાવતમાં ધમાલ: વૃદ્ધ કારખાનેદાર પર ધારીયાથી જીવલેણ હુમલો

માળીયામાં મીઠાના કારખાને ઓપરેટરની અદાવતમાં ધમાલ: વૃદ્ધ કારખાનેદાર પર ધારીયાથી જીવલેણ હુમલો

માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે મીઠાના કારખાનામાં મશીન ઓપરેટરને લઈને થયેલી અદાવત હિંસક બની હતી. બે શખ્સોએ ૭૨ વર્ષીય કારખાનેદાર અને તેમના પુત્ર પર ધારીયા તથા લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે રહેતા અને મીઠાનો વેપાર કરતા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક (ઉં.વ. ૭૨)એ આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટી રહે‌. માળિયા, અજાણ્યા ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી ફતેમહમદના મસીનનો ઓપરેટર ફરીયાદીના મીઠાના કારખાનામા મશીન હાકવા માટે જતો રહેલ તે બાબતનો ખાર રાખી ફરીયાદિ સાથે બોલા ચાલી કરી ફરીયાદિને ગાળો આપી ધારીયા વતી ફરીયાદીને માથાના ડાબી બાજુના ભાગે મારી ફ્રેકચર જેવી ઈજા કરી તથા આરોપી અજાણ્યા શખ્સે ફરીયાદિના દીકરા અસરફને લાકડી વડે શરીરે માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular