HomeMorbiટંકારામાં ચરિત્રની શંકાએ પત્નીની કરપીણ હત્યા: પતિએ ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ...
ટંકારામાં ચરિત્રની શંકાએ પત્નીની કરપીણ હત્યા: પતિએ ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં પત્નીના ચરિત્ર પર વહેમ રાખી પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખ્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. આરોપી પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીના માથા અને મોઢાના ભાગે ઇંટ વડે ઉપરાછાપરી હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ સરાયા ગામે અનીલભાઈ જશમતભાઈ ઢેઢીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના ખેતમજૂર તરીકે કામ કરતા લક્ષ્મણભાઈ રેવસીંગ કતિજા (ઉ.વ. ૪૩) ને પોતાની પત્ની રુકમાબેન પર આડા સંબંધોની શંકા હતી. આ બાબતે વારંવાર મનદુઃખ રહેતું હોય દરમિયાન ઉશ્કેરાઈ જઈ આરોપીએ ઇંટ જેવી બોથડ વસ્તુ વડે પત્નીના માથા અને મોઢાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે રુકમાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અનીલભાઈ ઢેઢીએ ટંકારા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.