HomeMorbiમોરબીમાં દારૂના ગુનાખોર સામે PASAનો કડક પ્રહાર: આરોપીને ઝડપી ભાવનગર જેલ હવાલે...

મોરબીમાં દારૂના ગુનાખોર સામે PASAનો કડક પ્રહાર: આરોપીને ઝડપી ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા તેજશભાઈ મનુભાઈ વહેરાને PASA હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂની પ્રવૃત્તીને અંકુશમાં લાવવા તેવા હેતુથી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, જી.મોરબી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જી.મોરબી નાઓએ દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ તેજશભાઇ મનુભાઇ વહેરા રહે. રૂષભ સોસાયટી પાસે મહાવીર સોસાયટી પ્લોટ નંબર ૫૧,૫૨ મોરબી-૦૨ વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપી તેજશભાઇ મનુભાઇ વહેરા વાળાની પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular