HomeMorbiવાંકાનેરના હસનપર ગામે જુગાર પર પોલીસનો દરોડો: રૂ. 1.09 લાખના મુદ્દામાલ સાથે...
વાંકાનેરના હસનપર ગામે જુગાર પર પોલીસનો દરોડો: રૂ. 1.09 લાખના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાંકાનેરના હસનપર ગામના સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો વિપુલભાઇ ઠાકરશીભાઇ મિરાણી (ઉ.વ-૪૭) રહે-ભાટીયા સોસાયટી, તા.વાંકાનેર જી.મોરબી, કાનાભાઇ છેલાભાઇ સરૈયા (ઉ.વ-૩૮) રહે-હશનપર,તા.વાંકાનેર, રમેશભાઇ ધીરૂભાઇ સાટકા (ઉ.વ-૨૭) રહે. શક્તિપરા હશનપર,તા.વાંકાનેર, સુનિલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ-૨૫) રહે- નવાપરા , વાંકાનેર, હર્ષદભાઇ છગનભાઇ સુસરા (ઉ.વ-૩૪) રહે- હશનપર ,વાંકાનેર, સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયા (ઉ.વ-૨૫) રહે-મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેરવાળાને રોકડા રૂપિયા ૧,૦૯,૩૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક શખ્સ હકાભાઇ ઉર્ફે સીંધાભાઇ મુંધવા નામનો શખ્સ નાસી છૂટ્યો હોય જેથી તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.