HomeMorbiવાંકાનેરમાં મૈત્રી કરારનો વિવાદ ઉગ્ર બન્યો: મામા-ભાણેજ પર પાઇપ-ધોકાથી હુમલો, ત્રણ સામે...

વાંકાનેરમાં મૈત્રી કરારનો વિવાદ ઉગ્ર બન્યો: મામા-ભાણેજ પર પાઇપ-ધોકાથી હુમલો, ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના પાંજ ગામે મૈત્રી કરાર કરી રહેતી મહિલાને લઈને જૂનો ખાર રાખી પૂર્વ સાસરી પક્ષના ત્રણ શખ્સોએ મહિલાના મામા અને સગા ભાણેજ પર લોખંડના પાઇપ તથા ધોકાથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્તોને સામાન્ય ઇજા પહોંચતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકનેરના લાલપર ગામે મૂળ રહેવાસી અને પોતાના પતિથી અલગ થઈને છેલ્લા ચાર મહિનાથી નાસીરભાઈ મુરાદભાઈ પઠાણ નામના યુવક સાથે મૈત્રી કરાર કરી વાંકાનેર તાલુકાના પાંજ ગામે રહેતા અજીજાબેન ફારુકભાઈ સંધિએ આરોપી સલિમભાઈ બ્લોચ, આશિફ સલિમભાઈ બ્લોચ, તથા અબરાર સલિમભાઈ બ્લોચ રહે. ત્રણેય લાલપર ગામ તા. વાંકનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથી મુરાદખાનના દિકરા નાસિર સાથે મૈત્રી કરાર કરી રહેતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ સાથી મુરાદખાન તથા તેનો પૌત્ર નવાઝ લાલપર તેમની દિકરીની હોટલે બેઠા હતા ત્યારે ત્યા આવી લોખંડના પાઇપ વડે સાથી મુરાદખાન તથા તેના પૌત્રને હાથે પગે તથા શરીરે માર મારી સાથી મુરાદખાનને બન્ને પગ તથા બન્ને હાથમા સામાન્ય ઇજા પહોંચાડી તથા તેના પૌત્ર નવાઝને જમણા હાથે તથા જમણા પગે તથા ડોકના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular