HomeMorbiમોરબીમાં એસઓજીનું સ્પા પર અચાનક ચેકિંગ: નિયમ ભંગ બદલ સંચાલક સામે ગુનો

મોરબીમાં એસઓજીનું સ્પા પર અચાનક ચેકિંગ: નિયમ ભંગ બદલ સંચાલક સામે ગુનો

મોરબીમાં સ્પા અને સલુન માટે લાગુ કરાયેલા જિલ્લા મેજિસ્ટ્રેટના કડક નિયમોના અમલ માટે એસ.ઓ.જી. ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન નિયમોના ભંગ સામે આવતા સ્પા સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મોરબીના લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ સામે ભાર્ગવ શોપિંગ સેન્ટરમાં આવેલા ‘ગ્રેવિટી સલુન એન્ડ સ્પા’માં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા ચાર કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ મેઇન્ટેન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબીવાળા વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular